આજનું હવામાન : કમોસમી વરસાદનો માર હજુ રહેશે યથાવત્ ! જાણો ક્યાં જિલ્લામાં પડશે વરસાદ, જુઓ વીડિયો
ભરઉનાળે આવતીકાલથી ગુજરાતમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આવતીકાલે નવસારી, સુરત, ભરુચમાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. ભરઉનાળે આવતીકાલથી ગુજરાતમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આવતીકાલે નવસારી, સુરત, ભરુચમાં વરસાદની શક્યતા છે.
બીજી તરફ આજે સોમનાથમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 14 અને 15 એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરુચ, બોટાદ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ,અરવલ્લી, ડાંગ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે.