હિન્દુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા, બિહારના મુઝફફરપુરથી નેપાળના શહેનાઝની ધરપકડ
સુરતમાં હિંદુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ બાદ સુરત ક્રાઈમ બ્રાંચને વધુ એક સફળતા મળી છે. મૌલવીના પૂછપરછ દરમિયાન જે નામો સામે આવ્યા તે પૈકી નેપાળનાૈ શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં હિંદુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ બાદ આ સમગ્ર કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યુ છે. મૌલવીની પૂછપરછમાં સામે આવેલી માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચને વધુ એક સફળતા મળી છે. નેપાળના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી છે. નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી ઝડપાયો શહેનાઝ ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચે શહેનાઝને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માગ કરી હતી.
મુઝફ્ફરપુર કોર્ટે શહેનાઝના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. ત્યારે શહેનાઝની પૂછપરછમાં હજુ નવા ચોંકાવનારા ખૂલાસા થવાની શક્યતા છે. આરોપી શહેનાઝને સુરત લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. મૌલવીની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે શહેનાઝની ધરપકડ કરવામાં આવી છે.
હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી મળવા મામલે આરોપી મૌલવીનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં મૌલવી ઉપદેશ રાણાને ધમકી આપતો જોવા મળ્યો. સાથે વીડિયોમાં ઉશ્કેરાયેલા મૌલવીનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળ્યો. મૌલવીએ યુટ્યૂબ પર વીડિયો અપલોડ કરી હિંદુ નેતાને મારી નાખવાની ધમકી તથા પાકિસ્તાન વિરૂદ્ધ બોલવા બાબતે અપશબ્દ ભાંડતો વીડિયો અપલોડ કર્યો હતો. સમગ્ર મામલે હાલ ક્રાઈમ બ્રાન્ચ હાલ વધુ તપાસ હાથ ધરી.
આ પણ વાંચો: સુરતથી ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીનો મોટો આરોપ, મે નહીં કોંગ્રેસે મારી સાથે કરી મોટી ગદ્દારી – Video