Surendranagar : ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું, જુઓ Video
ગુજરાતમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી નોંધાવાતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી નોંધાવાતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું છે. લોકસભા ચૂંટણી માટે બનાવામાં આવેલ કાર્યાલય ખાલી કરવામાં આવ્યુ છે.ક્ષત્રિય સમાજના યુવકોએ અલ્ટીમેટમ આપ્યું હતુ. ક્ષત્રિય સમાજની જગ્યામાં કાર્યાલય ખોલ્યું હતુ. વિરોધની વાત વચ્ચે કાર્યાલય અન્ય સ્થળે લઈ જવાયુ છે.
બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરાયો . સતત 3 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 30 થી વધુ ગામોમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે તેવુ સમાજના આગેવાનોનું કહેવુ છે.