Surendranagar : વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં, ભાવ વધારવાની માગ, જુઓ Video
સુરેન્દ્રનગરના વરિયાળી પકવતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. કારણે કે પકવેલી વરિયાળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. વરિયાળીને ગોડાઉનમાં સંગ્રહ કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ખર્ચ મુજબ ભાવ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે.
એક તરફ ખેડૂતોના સારા દિવસો આવશે તેવી ચૂંટણી પ્રચારમાં વાતો થઇ રહી છે.તેવામાં સુરેન્દ્રનગરના વરિયાળી પકવતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.કારણે કે પકવેલી વરિયાળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. વરિયાળીને ગોડાઉનમાં સંગ્રહ કરવાનો વારો આવ્યો છે.
મહત્વનું છે કે ખેડૂતોએ વરિયાળી પકવવામાં આવતા ખર્ચ વધારે થાય છે. તેની સામે રૂપિયા 900થી 1100નો ભાવ મળી રહ્યો છે. જેને લઇ ખેડૂતો નારાજ થયા છે.ખેડૂતોએ માગ કરી છે કે તેમને 2200થી 2500 સુધીનો પૂરતો ભાવ મળે છે. જોકે પૂરતો ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે.
આ પણ વાંચો Valsad : એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ, પોલીસે એક આરોપીની કરી ધરપકડ, જુઓ Video