Kheda: વિદ્યાર્થીઓને રામ ભરોસે મુકી ચાલુ શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી ! વીડિયો વાયરલ, જુઓ Video
આમ તો તમે વિદ્યાર્થીઓને શાળામાં કે કોલેજમાં ગુલ્લી મારતા હોય તેમ સાંભળ્યું હશે, પરંતુ જો શાળના શિક્ષકો જ ગુલ્લી મારે તો ? આવો જ એક કિસ્સો ખેડાથી સામે આવ્યો છે. જ્યાં ચકલાસીના ઉમેદપુરાની પ્રાથમિક શાળામાં શિક્ષકો ગેરહાજર હોવાનો વીડિયો વાયરલ થયો છે.
ખેડા જિલ્લાના ચકલાસી પાસેની પ્રાથમિક શાળાના શિક્ષકો ચાલુ શાળાએ ગામમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. નડિયાદ તાલુકાના ચકલાસીના ઉમેદપુરાના ભીખા ઉમેદના કુવા પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકી સગાઈના પ્રસંગમાં મહાલવા જતા રહ્યા હતા. ચાલુ શાળાએ શિક્ષકોની હાજરી ન દેખાતા ગામના એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે.
આમ તો તમે વિદ્યાર્થીઓને શાળામાં કે કોલેજમાં ગુલ્લી મારતા હોય તેમ સાંભળ્યું હશે, પરંતુ જો શાળના શિક્ષકો જ ગુલ્લી મારે તો ? આવો જ એક કિસ્સો ખેડાથી સામે આવ્યો છે. જ્યાં ચકલાસીના ઉમેદપુરાની પ્રાથમિક શાળામાં શિક્ષકો ગેરહાજર હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વર્ગખંડોમાં એક પણ શિક્ષક કે આચાર્ય હાજર ન હોવાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં, શાળાના કાર્યાલયમાં પણ તાળું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો-બનાસકાંઠાઃ વડગામના યુવકના આપઘાતનો મામલો, 2 વ્યાજખોરોની કરાઈ ધરપકડ
જ્યારે વિદ્યાર્થીઓને શિક્ષકો અંગે પૂછતા તેઓ પણ અજાણ હતા. જેનો વીડિયો બનાવી જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે. આ વીડિયોમાં શાળાના વિદ્યાર્થીઓ રામ ભરોષે જોવા મળ્યા હતા, ત્યારે સવાલ એ છે કે, ક્ષકો વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે કરે ? તો શિક્ષકોની ગેરહાજરીને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ શું પગલા લેશે તે જોવાનું રહેશે.