આજનું હવામાન : ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર ! આગામી 3 દિવસમાં આ જિલ્લાઓમાં ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના, જુઓ વીડિયો

| Updated on: Apr 21, 2024 | 8:04 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. એક સાથે બે થી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઉંચો જઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. એક સાથે બે થી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઉંચો જઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, જુનાગઢ, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

અમરેલી, આણંદ, ભરુચ, બોટાદ,છોટાઉદેપુર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ બનાસકાંઠા, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી જિલ્લામાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભરુચ, ભાવનગર, જામનગર, કચ્છ, નર્મદા, પોરબંદર, તાપી સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.અમરેલી, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો