આજનું હવામાન : કાળઝાળ ગરમી વચ્ચે રેઈન કોટ અને છત્રી કાઢી રાખજો, આ જિલ્લાઓમાં માવઠાની સંભાવના, જુઓ વીડિયો

| Updated on: Apr 14, 2024 | 8:35 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ માટે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. આ સાથે દાહોદ, અરવલ્લી અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ માટે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. આ સાથે દાહોદ, અરવલ્લી અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

આ તરફ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.આ ઉપરાંત આગામી બે દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેશે.બે દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.બે દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. મહત્વનું છે કે ગુજરાત માટે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રીય છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે તાપીમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મહીસાગર, મોરબી,પંચમહાલ, રાજકોટ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ ભરુચ, બોટાદ, જુનાગઢ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો