આજનું હવામાન : ગુજરાતમાં બે દિવસ પડશે આગ ઝરતી ગરમી, કમોસમી વરસાદની પણ આગાહી, જુઓ વીડિયો
અમદાવાદમાં આજથી 2 દિવસ તાપમાન વધે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી થવાની આગાહી છે. બે દિવસ આગ ઝરતી ગરમી બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં રાહત મળશે. બે દિવસ પછી કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં તાપમાનમાં વધે તેવી સંભાવના છે. અમદાવાદમાં આજથી 2 દિવસ તાપમાન વધે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી થવાની આગાહી છે. બે દિવસ આગ ઝરતી ગરમી બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં રાહત મળશે. બે દિવસ પછી કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ શહેરોમાં તાપમાન વધશે
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી,નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, નવસારી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, ભાવનગર, દાહોદ, ડાંગ, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
જાણો કયા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ
11 થી 13 એપ્રિલે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, ભરૂચ, સુરતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર, ગીર-સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.