Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવારી ફોર્મ, રોડ શોમાં હજારો લોકો જોડાયા, જુઓ Video
પોરબંદર લોકસભા ચૂંટણી માટે મનસુખ માંડવિયાએ ઉમેદવારી પત્ર ભર્યુ છે. મનસુખ માંડવિયાએ ભાજપ તરફથી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા સંબોધી હતી, તેમજ રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યા બાદ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભા બેઠક માટે ફોર્મ ભર્યુ છે.સતત સાતમી ટર્મ માટે મનસુખ વસાવાએ ઉમેદવારી કરી છે. ફોર્મ ભરતા પહેલા મનસુખ માંડવિયાએ સુદામાં ચોકમાં વિશાળ સભા સંબોધી હતી.જેમાં તેમણે મનસુખ માંડવીયાએ સરકારની કામગીરી અંગે લોકોને માહિતગાર કર્યા હતા. તેમણે સભામાં જણાવ્યુ હતુ કે હું ચૂંટણી જીતવા નથી આવ્યો, લોકોના દીલ જીતવા આવ્યો છું. તેમણે કહ્યુ કે ગરીબ, મહિલા, ખેડૂત અને યુવાઓનો વિકાસ એ જ અમારો મંત્ર છે.
સભા બાગ મનસુખ માંડવિયાએ રોડ શો કર્યો હતો. જેમાં માજી ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને માજી મંત્રી દર્શના જરદોશ સહિત મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ આ રોડ શોમાં જોડાયા હતા.વિશાળ રેલી સ્વરૂપે મનસુખ વસાવા જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને 12.39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાને તેમણે ઉમેદવારીપત્ર સોંપ્યું હતુ.