આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી, જુઓ Video

| Updated on: Apr 27, 2024 | 10:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 28 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 28 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તાપી, નર્મદા, ભરુચ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

તેમજ અમદાવાદ, અરવલ્લી, ડાંગ,ગાંધીનગર, મહીસાગર, મોરબી, મહેસાણા, નવસારી, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો