આજનું હવામાન : ભરઉનાળમાં રેઈનકોટ બહાર કાઢી રાખજો, રાજ્યમાં આ તારીખે પડી શકે છે વરસાદ, જુઓ વીડિયો

| Updated on: Apr 11, 2024 | 10:01 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે વરસાદની કરી આગાહી કરી છે. બીજી તરફ આજે અમરેલી,મોરબી, રાજકોટ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. 16 એપ્રિલે દાહોદ,છોટાઉદેપુર ,નર્મદામાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે.

એક તરફ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ થવાની પણ આગાહી કરવામાં આવી છે.બીજી તરફ અમદાવાદમાં પણ ગરમીમાં નજીવો વધારો થવાની શક્યતા છે.આ સાથે જ હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન કેટલુ રહેશે ?

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી,મોરબી, રાજકોટ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, આણંદ, ભરુચ, બોટાદ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો