આજનું હવામાન : ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત ! આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: May 08, 2024 | 9:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની પણ સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળશે. ત્યારે આગામી 5 દિવસ સૂકુ વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે મહીસાગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી અને જુનાગઢમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જામનગર, સુરતમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો