મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલની ચૂંટણી પ્રચાર સભા દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજના કેટલાક યુવાનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સભા ચાલુ હોવા દરમિયાન દશેક યુવાનોના ટોળાએ દોડી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી લઈને મામલાને આગળ વધતો અટકાવી લીધો હતો.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડામાં લોકસભાના ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલની પ્રચાર સભા દરમિયાન હોબાળો સર્જાયો હતો. કડા ગામે કેટલાક રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ માટે ક્ષત્રિય રાજપૂત સમાજના કેટલાક યુવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પરશોત્તમ રુપાલાની વિવાદીત ટીપ્પણી બાદ અનેક વિસ્તારોમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આવી જ રીતે વિસનગરના કડા ગામમાં શુક્રવારે ભાજપના ઉમેદવારનો પ્રચાર પ્રવાસ કાર્યક્રમ હતો. આ દરમિયાન લોકસભા મહેસાણા બેઠકના ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલની પ્રચાર સભા યોજાઈ હતી. પરંતુ દશેક યુવાનો સ્થળ પર પહોંચી આવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. સભા સ્થળ પર પહોંચીને યુવાનોએ ભાજપ વિરોધી નારાઓ લગાવ્યા હતા. ઘટના બાદ તુરત જ પોલીસે વિરોધ કરી રહેલા દશ યુવાનોને ઝડપી લઈ વિરોધ કરતા અટાવીને ડીટેઈન કરી લીધા હતા.
આ પણ વાંચો: રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો