Vadodara : મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની તવાઇ, લાયસન્સ વગરની વેચાણ સામે કાર્યવાહી, જુઓ Video
વડોદરામાં લાયસન્સ વગર મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાએ લાલ આંખ કરી છે. વડોદરામાં ઠેર - ઠેર મંડપો ઉભા કરી મસાલાનું વેચાણ કરતા લોકો પર પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે.
વડોદરામાં લાયસન્સ વગર મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાએ લાલ આંખ કરી છે. વડોદરામાં ઠેર – ઠેર મંડપો ઉભા કરી મસાલાનું વેચાણ કરતા લોકો પર પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે સ્કાયટોપ ફૂડ પ્રોડક્ટના નામે મસાલાનું વેચાણ કરવામાં આવતુ હતુ.
સંચાલક પાસે મસાલાનું વેચાણ કરવા માટે લાયસન્સ ન હોવાથી પાલિકાના ફૂડ વિભાગે મસાલાનું વેચાણ બંધ કરાવ્યુ છે. સંચાલકે ફૂડ સેફટી સર્ટીફીકેટ માટે કરેલી અરજી અગાઉ રદ કરાઇ હતી.
બીજી તરફ સુરતના રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘી ઝડપ્યું હતુ. ઘરમાં જ ડાલડા અને કેમિકલથી ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે એક શખ્સને પકડીને કાર્યવાહી હાથ ધરી હતી. નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હતા. પોલીસે નકલી ઘી સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.