દેવભૂમિ દ્વારકા વીડિયો : દ્વારકાધીશના દર્શને ઉમટ્યા પદયાત્રીઓ, કેટલાક રસ્તા પર ભારે વાહનો માટે પ્રતિબંધ

| Edited By: | Updated on: Mar 21, 2024 | 10:49 AM

દેશભરમાંથી દેવભૂમિ દ્વારકા તરફ ભક્તોનો પ્રવાહ સતત વહી રહ્યો છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ઉમટી પડ્યા છે. ત્યારે પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ ખડેપગે છે.

જેમ જેમ હોળી ધુળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. દેશભરમાંથી દેવભૂમિ દ્વારકા તરફ ભક્તોનો પ્રવાહ સતત વહી રહ્યો છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ઉમટી પડ્યા છે. ત્યારે પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ ખડેપગે છે.

સેવાભાવી સંસ્થાઓએ શરૂ કરેલા કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન, નાસ્તો, ઠંડા પીણાં, ફ્રુટ જ્યુસ સહિત સારવાર અને દવાની વ્યવસ્થા છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ અલગ અલગ કમિટીઓ બનાવી દર્શનાર્થીઓની સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે. આ વર્ષે પોલીસે પણ સેવા કેમ્પ લગાવ્યો છે. યાત્રિકોની સુવિધા અને સલામતીને ધ્યાને લઇ અમુક રસ્તા ભારે વાહનો માટે બંધ કરાયા છે. આ રસ્તાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ભજન કિર્તનોનાં તાલે પ્રભુ દર્શને પહોંચનારા પદયાત્રીઓનો ઉત્સાહ પણ અનેરો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો