Ahmedabad Video : PGમાં રહેતા યુવકો દારુનું સેવન કરી તોફાન કરતા હોવાનું સ્થાનિકોનો આરોપ, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી નીલકંઠ એલિગન્સ સોસાયટીના રહીશોએ મોડી રાતે ભારે હોબાળો મચાવ્યો. તેમનો આરોપ છે કે સોસાયટીમાં રહેતા PGના લોકો તેમને હેરાન કરે છે. યુવકો ભાડા કરાર કર્યા વિના જ રહેતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
અમદાવાદમાં ફરી એકવાર PGને વિવાદ લઈને થયો છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી નીલકંઠ એલિગન્સ સોસાયટીના રહીશોએ મોડી રાતે ભારે હોબાળો મચાવ્યો. તેમનો આરોપ છે કે સોસાયટીમાં રહેતા PGના લોકો તેમને હેરાન કરે છે. યુવકો ભાડા કરાર કર્યા વિના જ રહેતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
આ યુવકો દાદાગીરી કરે છે, અને દારૂનું સેવન કરે છે.તેવા આક્ષેપ સાથે સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. સોસાયટીએ તમામ PGના લોકો પાસેથી આધાર પુરાવા માગ્યા હતા, જો કે, યુવકો યોગ્ય આધાર પુરાવા પણ રજૂ ન કરતા હોવાનો દાવો સોસાયટી રહીશોનો છે. આ મામલો આનંદનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.