Gandhinagar : ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં, ગાંધીનગરના માણસાના ગામડામાં લાગ્યા પોસ્ટર, જુઓ વીડિયો
ગાંધીનગરના માણસાના વરસોડા અને રંગપુર ગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં પોસ્ટર લગાવી રુપાલા સાથે ભાજપનો પણ વિરોધ કર્યો છે. ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ ન કરવો તેવા પોસ્ટર ઠેર - ઠેર લગાવ્યા છે.
પરશોત્તમ રુપાલાનો વિરોદ્ધ દિવસે દિવસે વધી રહ્યો છે. જ્યારે ગાંધીનગરના માણસાના વરસોડા અને રંગપુર ગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં પોસ્ટર લગાવી રુપાલા સાથે ભાજપનો પણ વિરોધ કર્યો છે. ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ ન કરવો તેવા પોસ્ટર ઠેર – ઠેર લગાવ્યા છે. આ પ્રકારના ક્ષત્રિય સમાજના લોકોએ પોસ્ટર લગાવ્યા છે. જેમાં રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માગ છે.
બીજી તરફ રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ ગઈ કાલે એટલે શનિવારે રેલી યોજીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.જેમાં મહિલાઓએ કેસરી સાડી પહેરી હતી. તેમજ પુરુષોએ કેસરીયો સાફો પહેરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
Published on: Apr 07, 2024 10:51 AM