Devbhumi Dwarka : બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના દેવભૂમિ દ્વારકામાં બની છે. બ્રિજરાજસિંહ સોઢાનું આર્મીમાં સિલેકશન થતા તે ટ્રેનિંગ માટે હૈદરાબાદ જઈ રહ્યો હતો.ત્યારે રસ્તાની બાજુએ ઉભા હતા. તે દરમિયાન એક પુરપાટ ઝડપે આવેલા કારચાલકે તેને અડફેટે લીધો હતો.
દેશની રક્ષા કરવાનું સ્વપ્ન બધાનું હોય છે. પરંતુ બધા લોકોનું આ સ્વપ્ન સાકાર થતુ નથી. જ્યારે દેવભૂમિ દ્વારકાના બ્રીજરાજસિંહ સોઢાને આ તક તો મળી પરંતુ બેફામ કારચાલકે તેનો જીવ લઈ લીધો. આ ઘટના ખંભાળિયા-દ્વારકા હાઇવે પાસેની છે.
બ્રિજરાજસિંહ સોઢાનું આર્મીમાં સિલેકશન થતા તે ટ્રેનિંગ માટે હૈદરાબાદ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુએ ઉભા હતા. તે દરમિયાન એક પુરપાટ ઝડપે આવેલા કારચાલકે તેને અડફેટે લીધો. જે બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
દેશની રક્ષા કરવાનું તેનું સપનું અધૂરું રહી ગયું. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આરોપી કારચાલક પણ સગીર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ સગીર કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.