રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા, જુઓ વીડિયો
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાને ક્ષત્રિયોના પરચાનો ભોગ બનવું પડ્યુ છે. મહેશ કસવાલા પોતાના મતક્ષેત્રના ગામડાઓમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના પ્રચાર કરવા નીકળ્યા હતા. આ સમયે, જડકલા અને કાત્રોડી ગામમાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાને પ્રવેશવા જ દેવાયા નહોતા.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પરશોત્તમ રુપાલા સામેનો ક્ષત્રિયોનો વિરોધ, હવે વ્યાપકપણે ભાજપનો વિરોધ બની રહ્યો છે. ક્ષત્રિયોના આ વિરોધનો ભોગ, લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારના પ્રચારમાં નીકળેલા ધારાસભ્યને બનવુ પડે છે. લોકસભાની રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાને હટાવવા માટેની માંગ ભાજપે ના સ્વીકારતા, ક્ષત્રિયોએ તેમની રણનીતિ બદલીને પરશોત્તમ રુપાલાની સાથેસાથે ભાજપનો પણ વિરોધ કરવાનું ગામે ગામ ફરમાન કર્યું હતું. જેના ભાગરુપે ક્ષત્રિયો ભાજપની જાહેરસભા, મેળાવડા, કાર્યકર્તા કાર્યક્રમ કે સંમેલન ઉપરાંત ગામે ગામે થતા પ્રચાર આડે રૂપાલાનો હુરિયો બોલાવવામાં આવી રહ્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાને ક્ષત્રિયોના પરચાનો ભોગ બનવું પડ્યુ છે. મહેશ કસવાલા પોતાના મતક્ષેત્રના ગામડાઓમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના પ્રચાર કરવા નીકળ્યા હતા. આ સમયે, જડકલા અને કાત્રોડી ગામમાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાને પ્રવેશવા જ દેવાયા નહોતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ ઉચ્ચારણોથી કોપાયમાન થયેલા ક્ષત્રિયોએ રૂપાલા સામેનો રોષ મહેશ કસવાલા સામે કાઢ્યો હતો. કાત્રોડી ગામના યુવાનો તેમજ જેસર પંથકના આજુ બાજુના યુવાનોએ એકઠા થઈને મહેશ કસવાલાનો ભારે વિરોધ કર્યો હતો. ક્ષત્રિય યુવાનોનો રોષ જોઈને મહેશ કસવાલા પ્રચાર કર્યા વગર, ગામના પાદરમાંથી જ પાછા ફર્યા હતા.
ભાજપાના અનેક આગેવાનોની સમજાવટ છતા, જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપાલા સામેનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે. જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જડકલા, કાત્રોડી મા રૂપાલા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.