Tv9 Gujarati Impact : નસવાડીના કુકરદા ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત, જિલ્લા કલેકટરે મુલાકત લઈ પાકો રસ્તો બનાવાનો આપ્યો દિલાસો

| Edited By: | Updated on: Mar 23, 2024 | 11:27 AM

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામની જ્યાં આજ દીન સુધી ચૂંટણી સમયે નેતાઓ અને બસ વાયદાઓ જ પહોંચ્યા પણ વિકાસ નહી. કુકરદા ગામ નસવાડી તાલુકાનું સૌથી મોટું અને 12 ફળિયાનું ગામ છે. લગભગ 5000 હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકોને પ્રાથમિક સુવિધા પણ નતી મળતી.

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામની જ્યાં આજ દીન સુધી ચૂંટણી સમયે નેતાઓ અને બસ વાયદાઓ જ પહોંચ્યા પણ વિકાસ નહી. કુકરદા ગામ નસવાડી તાલુકાનું સૌથી મોટું અને 12 ફળિયાનું ગામ છે. લગભગ 5000 હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકોને પ્રાથમિક સુવિધા પણ નથી મળતી.

બાળકોને સ્કૂલે જવું હોઈ, દર્દીને દવાખાને જવું હોઈ કે પછી લોકોને એક ગામથી બીજા ગામ જવું હોઈ પાકા રસ્તા ના અભાવે, અરે માફ કરશો. પાક્કા નહીં પણ રસ્તા જ નથી એટલે આવા ડૂંગરાળ, કાંટાળા, ઉબળ ખાબળ રસ્તા પરથી પસાર થવું પડે છે. તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનું કોઇ જ નિકાલ ન આવ્યું.

તંત્રના આંખ આડા કાનથી કંટાળી લોકોએ પણ હવે આવનારી લોકસભા ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં નતી પહોંચી શકતી. હજુ થોડા દિવસ પહેલા જ પ્રસુતાને જોળીમાં સુવડાવી મુખ્ય માર્ગ સુધી લઇ જવામાં આવી જ્યાં એમ્બ્યુલન્સ ઉભી હતી. અને છોટાઉદેપુરમાં આવી કોઇ પ્રથમ ઘટના નથી કે 108 ન આવી શકવાને કારણે પ્રસુતાને પિડા સહન કરવી પડી હોય.

આરોગ્ય અધિકારીએ રોડ અને બિલ્ડીંગ વિભાગનું નામ આગળ ધર્યું. પરંતુ લોકોની વારંવારની રજુઆત બાદ પણ કોઇ નિરાકરણ ન આવતા ગ્રામજનો હવે સવાલ પૂછી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો