Article 370: ફિલ્મ પ્રોડ્યુસર આદિત્ય ધારે કહ્યું બોક્સ ઓફિસ પરનું કલેક્શન નહીં પણ લોકોની રિસ્પેક્ટ મેળવી કે નહી તે મહત્વનું, જુઓ ટીમ સાથેની વાતચીતનો આખો વીડિયો
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય હતો. ઉપરાંત, ભારત સરકાર તેને તેની મોટી સિદ્ધિઓમાં ગણે છે. હવે આ સંવેદનશીલ મુદ્દા પર બનેલી ફિલ્મ સિનેમાઘરોમાં આવી ગઈ છે. ફિલ્મમાં યામી ગૌતમ લીડ રોલમાં છે. આ મુદ્દાને બતાવવામાં નિર્માતાઓ કેટલા સફળ રહ્યા અને ફિલ્મમાં કલાકારોનો અભિનય કેવો રહ્યો, જાણીએ તેમના જ મોઢે
દેશદાઝની વાત હોય કે પછી કોઈ એવી સ્ટોરી કે જેના પર અવાજ ઉઠાવવો આજથી થોડાક વર્ષો પહેલા શક્ય નોહતુ. આજે આવા જ આંખો ખોલી નાખનારા વિષયો પર બની રહેલી ફિલ્મ દર્શકોના દિલમાં અલગ રીતે જ વસી જાય છે. કેરાલા સ્ટોરી ગણો કે પછી કાશ્મીર ફાઈલ્સ પછી આવેલી આર્ટિકલ 370 સિનેમાઘરોમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે.
આ એવા પ્રકારની ફિળ્મ છે કે જેનો પસંદ કરાયેલો વિષય આ વખતની ચૂંટણીમાં બરાબરનો ગાજવાનો છે અને ફિલ્મમાં બતાવવામાં આવેલા પાત્રો, ડાયલોગ ઘણું બધુ એવા પ્રકારનું છે કે જેણે દર્શકોના માનસપટ પર 2019ની ઉરી ફિલ્મને પાછી લાવી દીધી.
આર્ટિકલ 370ની ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય ધાર, એકટ્રેસ યામી ગૌતમ અને ડાયરેક્ટર આદિત્ય સુહાસ ઝાંબલે એ ટીવી 9 ડિજીટલ સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે કેવા ખાસ પ્રકારના અનુભવો રહ્યા. બોક્સ ઓફિસના કલેક્શન કરતા દર્શકોની રિસ્પેક્ટ કેટલી મળી ? ફિલ્મ જોઈને કોઈ અગર દેશ માટે સૈનિક બને છે તો એ જીત છે. એજ પ્રકારે ફિલ્મના શુટીંગ દરમિયાન યામી ગૌતમને પોતે પ્રેગનન્ટ હોવાની ખબર પડી ત્યાર બાદ શુટીંગમાં કેવા પ્રકારનો ફેરફાર કરાયો. આવી ઘણી બધી વાત તમે આ એક્સક્લુઝીવ ઈન્ટરવ્યુમાં જોઈ શકશો.