યામી ગૌતમ
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમનો જન્મ 28 નવેમ્બર 1988માં હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં હિન્દૂ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મુકેશ ગૌતમ છે. યામીના પિતા વ્યવસાયે પંજાબી ફિલ્મ નિર્દેશક છે. તેની માતાનું નામ અંજલી ગૌતમ છે. તેની નાની બહેનનું નામ સુરીલી ગૌતમ છે. તેને કોલેજથી જ IAS બનવાનું સપનું હતું. પરંતુ 20 વર્ષની ઉંમરે તેણે અભિનયમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.
તેણે ટીવી પર ‘ચાંદ કે પાર ચલો’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તેણે કલર્સની સિરિયલ ‘યે પ્યાર ના હોગા કમ’માં પણ કામ કર્યું છે. તેણે રિયાલિટી શો મીઠી ચુરી નંબર 1 અને કિચન ચેમ્પિયન સિઝન 1માં પણ તેણે ભાગ લીધેલો છે.
યામી ગૌતમે ઉરી, એ થર્સડે, દસવી તેમજ ચોર નિકલ કે ભાગા, સનમ રે, ઓએમજી વગેરેમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફેર એન્ડ લવલીની જાહેરાતથી તે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ છે. એક્ટ્રેસ યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેણે પોતાનું નામ બદલીને યામી ગૌતમ ધર રાખી લીધું છે.