જમ્મુ કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.