દાહોદ વીડિયો : CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 400થી વધુ કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ કર્યા કેસરીયા
દાહોદમાં CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રધાન બચુ ખાબડના મત વિસ્તારના કોંગી કાર્યકરોએ કેસરિયા કર્યા છે. આજે કોંગ્રેસના 400થી વધુ કોંગ્રેસ અને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. તો ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને સતત એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. ત્યારે આ પ્રકારની ઘટના દાહોદમાં પણ બની છે. દાહોદમાં CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રધાન બચુ ખાબડના મત વિસ્તારના કોંગી કાર્યકરોએ કેસરિયા કર્યા છે. આજે કોંગ્રેસના 400થી વધુ કોંગ્રેસ અને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. તો ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા છે.
બીજી તરફ આ અગાઉ દાહોદના ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ તાવિયાડનું રાજીનામું આપ્યુ હતુ. પાર્ટીમાં અવગણના થતી હોવાનો મનીષ તાવિયાડએ આરોપ કરતા રાજીનામું આપ્યુ હતુ. આ સાથે આગામી સમયમાં કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.