Amreli Video : નારણ કાછડિયાનો બળાપો, સંનિષ્ઠ કાર્યકરોના ભોગે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ, નારાજ કાર્યકરોને કારણે જ ઓછુ મતદાન

| Edited By: | Updated on: May 10, 2024 | 2:43 PM

અમરેલી સાંસદ નારણ કાછડિયાએ ટિકિટ કપાયા બાદ પહેલીવાર બળાપો કાઢ્યો છે. સાવરકુંડલાના કાર્યક્રમમાં ભાજપ સામે બળાપો કાઢતા કહ્યુ કે કોંગ્રેસમાંથી સવારે આવે બપોરે ખેસ પહેરે છે અને બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળી જાય છે.

અમરેલી સાંસદ નારણ કાછડિયાએ ટિકિટ કપાયા બાદ પહેલીવાર બળાપો કાઢ્યો છે. સાવરકુંડલાના કાર્યક્રમમાં ભાજપ સામે બળાપો કાઢતા કહ્યુ કે કોંગ્રેસમાંથી સવારે આવે બપોરે ખેસ પહેરે છે અને બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળી જાય છે. કોંગ્રેસમાંથી આવતા લોકોને ધારાસભ્યની ટિકિટ મળી જાય છે.

આ સાથે જ નારણ કાછડિયાએ વધુમાં જણાવ્યું હતું કે 35 વર્ષથી બુંગણ પાથરતો કાર્યકર્તા હોય તેની સામે બહારથી આવેલા નેતાને ટિકિટ આપો અને સંનિષ્ઠ કાર્યકર્તા સામે બેઠેલો હોય છે.અમરેલીમાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેમાં કાર્યકર્તાઓની નારાજગી જવાબદાર છે. ભાજપમાં અનેક મજબૂત ચહેરા હતા,પરંતુ અહીં બોલી ન શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 10, 2024 02:42 PM