પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ કર્યો પલટવાર- જુઓ Video
વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ આપેલા નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ભારતનું બંધારણ ઐતિહાસિક છે અને સર્વશ્રેષ્ઠ છે સમગ્ર દુનિયા કરતા અલગ છે.
વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ અનંત દેસાઈ માટે પ્રચાર કર્યો અને જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ બંધારણ બદલવા માગે છે. તેમની સરકાર આવશે તો તેઓ બંધારણ બદલી નાખશે. પ્રિયંકાના આ નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ પલટવાર કર્યો છે. કનુ દેસાઈએ જણાવ્યુ કે ભાજપની સરકાર લોકો સાથે રહીને, લોકોના વિકાસ માટે, લોકોની સુવિધાઓ માટે કામ કરે છે. એના માટે બંધારણ બદલવા માટેના જે દુષ્પ્રચાર ચાલે છે તે સંપૂર્ણપણે ખોટા છે.
બંંધારણમાં સુધારા સિવાય પણ લોકોના કામ થઈ શકે
વધુમાં કનુ દેસાઈએ જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી મક્કમ રીતે માને છે કે બંધારણમાં સુધારા સિવાયના પણ લોકોના બધા કામો થઈ શકે છે. આપણુ બંધારણમાં તમામ વ્યવસ્થાઓ અને જોગવાઈઓ છે અને એ જોગવાઈને અનુસાર આપણે ચાલીએ છીએ અને આખી દુનિયામાં ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે.