Breaking News : ગૃહ પ્રધાન અમિત શાહની છોટાઉદેપુરના બોડેલીમાં સભા, રામ મંદિરના મુદ્દા પર કોંગ્રેસ પર પ્રહાર, જુઓ Video
છોટાઉદેપુરના બોડેલીમાં અમિત શાહની જનસભા યોજાઇ, જેમાં તેમણે INDI ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી એન્ડ કંપની સત્તામાં આવશે તો મુસલમાનોને અનામત આપી દેશે.
છોટાઉદેપુરના બોડેલીમાં અમિત શાહની જનસભા યોજાઇ, જેમાં તેમણે INDI ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી એન્ડ કંપની સત્તામાં આવશે તો મુસલમાનોને અનામત આપી દેશે. રાહુલ ગાંધી સ્પષ્ટતા કરે કે OBC અનામતને કોઇ નુકસાન નહીં થાય.બોડેલીની સભામાં અમિત શાહે કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો.
મોદી સરકારે 12 કરોડ ઘરમાં શૌચાલય બનાવ્યા
મોદી સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને રામને ઘરમાં સ્થાન આપ્યુ.અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યુ છે.છતા કોંગ્રેસ અને આપ વોટબેંક માટે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા ન હતા.
અમિત શાહે સભામાં કહ્યુ છે કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓની વિરોધી છે. જો કે મોદી સરકારે 12 કરોડ ઘરમાં શૌચાલય બનાવ્યા છે. તેમજ 4 કરોડ ગરીબોના ઘર બનાવ્યા અને 14 કરોડ ઘરોમાં પાણી પોંહચાડ્યુ છે. જ્યારે 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પૂરો પાડ્યો છે.