Jamnagar Video : કાલાવડમાં કરાયું પરશોત્તમ રુપાલાના પૂતળાનું દહન

| Edited By: | Updated on: Apr 12, 2024 | 4:56 PM

પરશોત્ત રુપાલાની ટીપ્પણીના પગલે ગુજરાતભરમાં વિરોધ વકર્યો છે. જેના પગલે રાજ્યમાં અલગ અલગ પ્રકારે રુપાલાનો વિરોધ દર્શાવામાં આવે છે. ત્યારે જામનગર અને કાલાવડમાં સતત બીજા દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પરશોત્ત રુપાલાની ક્ષત્રિય સમાજને લગતી ટીપ્પણીના પગલે ગુજરાતભરમાં વિરોધ વકર્યો છે. જેના પગલે રાજ્યમાં અલગ અલગ પ્રકારે રુપાલાનો વિરોધ દર્શાવામાં આવે છે. ત્યારે જામનગર અને કાલાવડમાં સતત બીજા દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કાલાવડના મછલીવડ ગામમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યુ છે. કાલાવડની કરણી સેનાના યુવકોએ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આ સાથે પરશોત્તમ રુપાલાનું પૂતળાનું દહન કર્યુ હતુ. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

બીજી તરફ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ મોટી જાહેરાત કરી છે. તેના અનુસાર ક્ષત્રિય સમાજ તાલુકા, શહેર, જિલ્લા કક્ષાએ ભાજપ કાર્યાલય પર આવેદનપત્ર આપશે. રાજકોટ અને જામનગરમાં પોલીસના ક્ષત્રાણિ સામેના વર્તનના વિરોધમાં આવેદન આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો