ભરૂચના પ્રચાર રણમાં નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે રોડ શો યોજી કર્યો પ્રચાર, જોવા ઉમટ્યા લોકો- જુઓ વીડિયો
ભરૂચના પ્રચાર રણમાં છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપે ઝંપલાવ્યુ છે. જેમા અભિનેત્રી અને સાંસદ નવનીત રાણાએ ભાજપના મનસુખ વસાવા માટે પ્રચાર કર્યો. નવનીત રાણાએ રોડ શો યોજ્યો હતો. આ તકે લોકોના ટોળેટોળા નવનીત રાણાને જોવા માટે ઉમટ્યા હતા.
ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા ભરૂચના રણમાં ભાજપે છેલ્લી ઘડીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યુ. ભાજપના વર્તમાન સાંસદ અને લોકસભા ઉમેદવાર મનસુખ વસાવા માટે અમરાવતીના સાંસદ અને અભિનેત્રી અવનીત કૌરે ભરૂચમાં રોડ શો કર્યો. ભરૂચ બેઠક પર ઈન્ડિયા ગઠબંધનથી ચૈતર વસાવામેદાનમાં છે. જ્યારે ભાજપે સતત ત્રીજીવાર મનસુખ વસાવાને ટિકિટ આપી છે.
ગુજરાતની તમામ 25 બેઠકોપર 7મી મે એ મતદાન થવાનુ છે અને આજથી સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ રહ્યા છે એ પહેલા ભાજપે ભરૂચમાં તાકાત લગાવી અને બપોરના સમયે સાંસદ નવનીત રાણાએ ભવ્ય રોડ શો યોજી ભાજપને વિજયી બનાવવા જનતાને અપીલ કરતા જોવા મળ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો