રૂપાલા વિવાદ મામલે પ્રદીપસિંહ વાઘેલા મેદાને ! PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ, જુઓ Video
ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રૂપાલા સામે ક્ષત્રિયોના આક્રોશના 2 પાનાનો પત્ર લખી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન આપવા અપીલ કરી છે.
ગુજરાતમાં હજી પણ પરશોત્તમ રુપાલાના વિવાદના વાદળ છવાયા છે. ત્યારે ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રૂપાલા સામે ક્ષત્રિયોના આક્રોશના 2 પાનાનો પત્ર લખી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન આપવા અપીલ કરી છે.
આ સાથે જ તેમણે જણાવ્યુ કે PMના નેતૃત્વ માટે ભાજપને સમર્થન કરવા અપીલ કરી છે. પ્રદિપસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યુ છે કે ક્ષત્રિય કોઈ વાદવિવાદમાં માનતા નથી. PM મોદી ભારતનું સાંસ્કૃતિક પુનઃ જાગરણ કરી રહ્યા છે. સનાતન ધર્મની વિચારધારાને મજબૂત બનાવી છે. ભાજપ અને વડાપ્રધાન મોદીની સાથે રહેવુએ આપણી નૈતિક ફરજ હોવાનું પણ જણાવ્યુ છે.