Rajkot : ચૂંટણી બાદ રૂપાલાએ કહ્યું, મારા કારણે મારા પક્ષનો વિરોધ થયો, હુ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગુ છુ- જુઓ Video

| Edited By: | Updated on: May 08, 2024 | 10:54 AM

ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યુ છે. ત્યારે ગુજરાતમાં 59.51 ટકા મતદાન થયુ છે. મતદાન બાદ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જાણો તેમને વીડિયોમાં શું કહ્યુ.

પરશોત્તમ રુપાલાએ મતદાન બાદ મોટું નિવદેન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે મારા માટે જાહેર જીવનના 40 વર્ષનો સૌથી કઠીન સમય પસાર થયો છે. મારા માટે રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે.આ સાથે પરશોત્તમ રુપાલાએ કહ્યું કે મારા એક નિવેદનથી જે વમળો સર્જાયા તેના કારણે મારી આખી પાર્ટીને સહન કરવુ પડ્યુ છે. મારા માટે ખૂબ જ પીડાદાયક છે.આ ઉપરાંત તેમને કહ્યુ કે હુ માતૃ શક્તિની પણ માફી માગુ છુ.

રાજકોટમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદ રુપાલાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. પરશોત્તમ રુપાલાએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને લોકોનો આભાર માન્યો છે. મતદારોની સાથે પરશોત્તમ રુપાલાએ સ્થાનિક ચૂંટણી પંચ અને વહીવટી તંત્રનો પણ આભાર માન્યો છે. વિષમ પરિસ્થિતિમાં સહયોગ કરતા આગેવાનો અને કાર્યકર્તાઓની પ્રશંસા પણ કરી છે.

 

આ પણ વાંચો : આજનું હવામાન : ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત ! આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો