ધોરણ -10ની બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરીના કેસમાં વિદ્યાર્થીઓની ચિંતા વધારો, 117 બાળકોનું પરિણામ જાહેર ન કરાયુ, જુઓ Video

| Edited By: | Updated on: May 12, 2024 | 11:48 AM

વડોદરામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરીનો કેસ થયો હતો. શિનોરની BL પટેલ શારદા વિનય મંદિર સ્કુલમાં સામુહિક ચોરીની ઘટના બની હતી. સામુહિક ચોરીની ઘટનામાં 117 જેટલા વિધાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ નથી.

વડોદરામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરીનો કેસ થયો હતો. શિનોરની BL પટેલ શારદા વિનય મંદિર સ્કુલમાં સામુહિક ચોરીની ઘટના બની હતી. આ કેસમાં બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સામુહિક ચોરીની ઘટનામાં 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ નથી.

આ સમગ્ર ઘટના CCTVને આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર પર આશરે 600 બાળકોએ ધોરણ -10ની પરીક્ષા આપી હતી. 117 વિદ્યાર્થીઓને પરિણામ જાહેર કરવા અંગે બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે. સંચાલક તરીકે ફરજ બજાવતા સ્કુલના આચાર્યને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ધોરણ 10નું પરિણામ જાહેર કરાયુ

ધોરણ-10નું 82.56 ટકા પરિણામ આવ્યુ. સૌથી વધારે ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે સૌથી ઓછું ભાવનગરના તડનું 41.13 ટકા પરિણામ આવ્યુ.બીજી તરફ સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ આવ્યુ. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયુ છે. દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો