વડોદરા
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડના ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાં વડોદરા થઈ ગયું. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્રના નામ પરથી આવ્યું હોવાનું પણ મનાય રહ્યું છે. મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું.
તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી અને ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો. વર્ષ 1875 માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1 9 3 9 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો, જેમ કે, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની સ્થાપના કરવી, લાઇબ્રેરી સિસ્ટમ , વિશ્વવિદ્યાલય , કાપડ અને ટાઇલ ફેક્ટરીઝ , ગ્રેટ મ્યુઝિયમ ,કલા અને સ્થાપત્યને ઉજાગર કર્યુ. વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 33 જેટલા જોવા લાયક સ્થળ છે કે જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, મોતીબાગ મેદાન, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મધ્યવર્તિ પુસ્તકાલય, સયાજી બાગ (કમાટી બાગ), સરદાર પટેલ પ્લેનેટેરીયમ, કિર્તિ મંદિરનો સમાવેશ થાય છે.