સુરેન્દ્રનગર વીડિયો : ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો ચૂંટણી પ્રચાર કર્યો શરુ, 5 લાખ કરતા વધુ મતથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ પણ ચૂંટણીનો પ્રચાર શરુ કરી દીધો છે. વડવાળા મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી ચૂંટણીનો પ્રચાર શરુ કર્યો છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ પ્રચારમાં જોડાયા હતા. ચંદુ શિહોરાએ 5 લાખ કરતા વઘુ મતની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના પગલે દેશભરમાં ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ પણ ચૂંટણીનો પ્રચાર શરુ કરી દીધો છે. વડવાળા મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી ચૂંટણીનો પ્રચાર શરુ કર્યો છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ પ્રચારમાં જોડાયા હતા. ચંદુ શિહોરાએ 5 લાખ કરતા વઘુ મતની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
બીજી તરફ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પૂતળાદહન કરાયું હતું. મહત્વનું છે કે હજુ પણ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે. તેમની માગ છે કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે તેવી છે. જો નહીં બદલવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.