Mehsana : ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન, ઊંઝામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલન લેવાયો નિર્ણય, જુઓ Video

| Edited By: | Updated on: Apr 28, 2024 | 2:43 PM

મહેસાણાના ઊંઝાના કરલીમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું .જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં વક્તાઓએ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનનો સખત વિરોધ કરતા કહ્યુ કે તમામ બેઠકો પર ભાજપ વિરૂદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ કરશે.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનુ મતદાન થોડા દિવસોમાં જ થવાનું છે. ત્યારે પરશોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણી પર ક્ષત્રિય સમજનો આક્રોશ શાંત થયો નથી. મહેસાણાના ઊંઝાના કરલીમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું.જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં વક્તાઓએ રૂપાલાના નિવેદનનો સખત વિરોધ કરતા કહ્યુ કે તમામ બેઠકો પર ભાજપ વિરૂદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ કરશે.

બીજી તરફ પાટણમાં કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું . જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા સાથે જ ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.આ કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના દિગ્ગજોએ ભાજપ ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા જેમાં ભરતસિંહે પાટીલને આડે હાથ લીધા તો જગદીશ ઠાકોરે ભાજપ પર સમાજ વચ્ચે વિખવાદ ઉભો કરવાના ગંભીર આક્ષેપ કર્યા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો