Patan Video : સી આર પાટીલને પરિણામની ખબર પડી ગઈ છે, તેથી હવે પાંચ લાખની લીડની વાત નથી કરતાઃ ભરતસિંહ
પાટણમાં કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા સાથે જ ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના દિગ્ગજોએ ભાજપ ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનુ મતદાન 7 મેના રોજ થવાનું છે. છતા પરશોત્તમ રુપાલાએ કરેલી વિવાદીત ટીપ્પણીના વિરોધ યથાવત છે. ત્યારે પાટણમાં કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા સાથે જ ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
આ કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના દિગ્ગજોએ ભાજપ ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા. જેમાં ભરતસિંહે પાટીલને આડે હાથ લીધા તો જગદીશ ઠાકોરે ભાજપ પર સમાજ વચ્ચે વિખવાદ ઉભો કરવાના ગંભીર આક્ષેપ કર્યા. પાટણ કોંગ્રેસે ચંદનજીને મેદાને ઉતાર્યા છે. ત્યારે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં તેઓએ ક્ષત્રિય સમાજને ભાવૂક થઈ પાઘડીની લાજ જાળવી રાખવા માટે ક્ષત્રિય સમાજને વિનંતી કરી.