લોકો લાંબા સમયથી બજાજ ઓટોના નવા પલ્સર મોડલની રાહ જોઈ રહ્યા હતા અને આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. કંપનીએ બજાજ પલ્સર NS400ને ચાર અલગ-અલગ રાઇડિંગ મોડ્સ સાથે લોન્ચ કર્યું છે. આ ચાર મોડમાં રેન, ઓફ-રોડ, રોડ અને સ્પોર્ટનો સમાવેશ થાય છે. બજાજે લોન્ચ સાથે જ આ બાઇકનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.
બજાજ પલ્સર NS400માં ગ્રાહકોને ડ્યુઅલ-ચેનલ ABS અને 5 સ્ટેપ એડજસ્ટેબલ લિવર્સ આપવામાં આવ્યા છે. બજાજ પલ્સરના આ નવા મોડલમાં ફુલી-પેક્ડ સુવિધાઓથી સજ્જ, એડવાન્સ ફુલી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, બજાજ રાઇડ કનેક્ટ એપ્લિકેશન દ્વારા બ્લૂટૂથ કનેક્ટિવિટી, કોલ્સ અને મેસેજ એલર્ટ, ટર્ન બાય ટર્ન નેવિગેશન અને યુએસબી ચાર્જિંગ પોર્ટ જેવી ઘણી સુવિધાઓ છે.
બજાજ ઓટોએ પલ્સરના આ નવા મોડલની કિંમત 1.85 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરી છે. આ બાઇકની શરૂઆતની કિંમત છે, એટલે કે મર્યાદિત સમય માટે આ કિંમતે બાઇક વેચવામાં આવશે. હાલમાં તે માહિતી સામે આવી નથી કે કંપની આ બાઇકને આ કિંમતે કેટલા સમય સુધી વેચશે.
ઓફિશિયલ લોન્ચની સાથે જ બજાજે ગ્રાહકો માટે પલ્સરના નવા મોડલનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જો તમે પણ પલ્સરનું નવું મોડલ ખરીદવા માંગો છો, તો તમે 5,000 રૂપિયાની બુકિંગ રકમ ચૂકવીને આ બાઇકને તમારા નામે બુક કરાવી શકો છો. બજાજ ઓટોની ઓફિશિયલ સાઇટ સિવાય તમે તમારા ઘરના નજીકના બજાજ ડીલર પાસે જઈને પણ બાઇક બુક કરાવી શકો છો.
કંપનીએ બજાજ પલ્સરનું નવું મોડલ 154 kmphની ટોપ સ્પીડ સાથે માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ બાઇકમાં 373 cc સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન છે, જે 8800 rpm પર 40 psનો પાવર જનરેટ કરે છે. આ સિવાય તે 6500 rpm પર 35 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તમને આ બાઇક 6 સ્પીડ ગિયરબોક્સ સાથે મળશે.
આ પણ વાંચો મહિન્દ્રા XUV 3XO, ટાટા નેક્સોન કે Kia Sonet…કઈ SUV આપશે વધુ માઈલેજ ?