દેશની અગ્રણી SUV વાહન ઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની કોમ્પેક્ટ SUV Mahindra XUV 3XOને ભારતીય બજારમાં વેચાણ માટે લોન્ચ કરી છે. ખૂબ જ આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ ગાડીને XUV 300 ના અપડેટેડ વર્ઝનમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારમાં શાનદાર ફીચર્સ અને તકનીકોનો સમાવેશ કર્યો છે.
Mahindra XUV 3XOની કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ટોપ મોડલની કિંમત 13.99 લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ-શોરૂમ પ્રમાણે છે. આ SUV ચાર વેરિઅન્ટ ઓપ્શન MX, AX, AX5 અને AX7માં ખરીદી શકાય છે. આ SUVનું એન્જિન સેટઅપ XUV300 જેવું છે.
ભારતીય બજારમાં તેની સ્પર્ધા Hyundai Venue, Kia Sonet અને Maruti Suzuki Brezza જેવી કાર સાથે થશે. કંપનીનો દાવો છે કે આ SUV મેન્યુઅલ મોડમાં 18.89 kmpl અને ઓટોમેટિક મોડમાં 20.1kmpl ની માઈલેજ આપશે. તે માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
આ નવી મહિન્દ્રા SUVમાં Mahindra XUV400 Pro EV જેવું જ ઈન્ટેરિયર લેઆઉટ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સેગમેન્ટની પહેલી કાર છે જે પેનોરેમિક સનરૂફ સાથે આવી રહી છે. તેમાં 10.25-ઇંચ ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7-સ્પીકર હરમન કાર્ડન મ્યુઝિક સિસ્ટમ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પાવર્ડ ડ્રાઇવર સીટ, આગળ વેન્ટિલેટેડ સીટો, પાછળના ભાગમાં એસી વેન્ટ્સ અને એમ્બિયન્ટ સાઉન્ડ જેવી સુવિધાઓ છે.
XUV 3XOમાં લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય કારમાં 6 એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD, 360 ડિગ્રી કેમેરા, હિલ-હોલ્ડ આસિસ્ટ, વ્હીકલ ડાયનેમિક્સ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, બ્રેક ડિસ્ક વાઇપિંગ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.
આ કારમાં ત્રણ એન્જિનનો વિકલ્પ છે. તેમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 110 bhpનો પાવર જનરેટ કરે છે. બીજું 1.2 લિટર ડાયરેક્ટ-ઇન્જેક્ટ ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 131 bhpનો પાવર જનરેટ કરે છે. ત્રીજું 1.5 લિટર ડીઝલ એન્જિન છે જે 117 bhpનો પાવર જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળશે. આ સાથે 3 ડ્રાઇવિંગ મોડ Zip, Zap અને Zoom છે.
આ પણ વાંચો ખરીદવી છે TATA ની કાર તો પૈસા રાખો તૈયાર, આવી રહી છે 3 નવી SUV