મહિન્દ્રાએ નવી SUV મહિન્દ્રા XUV 3XO લોન્ચ કરી છે. લેટેસ્ટ SUVની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.49 લાખ છે. કંપનીએ તેને XUV300ના ફેસલિફ્ટ વર્ઝન તરીકે લોન્ચ કરી છે. કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં તે Tata Nexon અને Kia Sonet જેવી લક્ઝુરિયસ SUV સાથે સ્પર્ધા કરે છે. તેની ડિઝાઇન એકદમ નવી અને અદભૂત છે. આ સિવાય નવી એસયુવીમાં નવા ફીચર્સ અને સેફ્ટી ટેક્નોલોજી જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.
મહિન્દ્રાએ નવા ટ્રાન્સમિશન વિકલ્પ સાથે બજારમાં XUV 3XO લોન્ચ કરી છે. આ કાર ત્રણ એન્જિન વિકલ્પો સાથે આવે છે, જેમાં 1.2 લિટર ટર્બો-પેટ્રોલ, 1.2 લિટર ડાયરેક્ટ-ઇન્જેક્શન ટર્બો-પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. હવે લોકોના મનમાં સવાલ એ છે કે મહિન્દ્રાની નવી SUV કેટલી માઈલેજ આપશે ?
જો તમને પણ આ જ પ્રશ્ન હોય, તો આ લેખમાં અમે તમને માત્ર Mahindra XUV 3XO જ નહીં પણ Tata Nexon અને Kia Sonetની માઈલેજની માહિતી પણ આપીશું. આનાથી તમને ખ્યાલ આવશે કે આ ત્રણમાંથી કઈ SUV વધુ માઈલેજ આપે છે અને તમને કઈ ગાડી ખરીદવાથી ફાયદો થશે.
પેટ્રોલ મેન્યુઅલ : XUV 3XOનું પેટ્રોલ મેન્યુઅલ વર્ઝન 18.89-20.1 કિમી/લિટરની માઈલેજ આપી શકે છે. Tata Nexonનના પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટની માઇલેજ 17.44 કિમી/લિટરની છે. કિયા સોનેટ (પેટ્રોલ મેન્યુઅલ) વિશે વાત કરીએ તો, આ SUV 18.83-18.7 કિમી/લીટરની માઈલેજ આપી શકે છે.
પેટ્રોલ ઓટોમેટિક : પેટ્રોલ એન્જિનના ઓટોમેટિક વેરિઅન્ટ પર XUV 3XOની માઈલેજ 17.96-18.2 કિમી/લિટર છે. તેની સરખામણીમાં Tata Nexon (પેટ્રોલ ઓટોમેટિક) 17.01-17.18 કિમી/લિટરની માઈલેજ આપે છે. પેટ્રોલ ઓટોમેટિક વર્ઝનમાં કિયા સોનેટની માઈલેજ 19.2 કિમી/લીટર છે.
ડીઝલ મેન્યુઅલ : ડીઝલ એન્જિનમાં XUV 3XO મેન્યુઅલનું માઈલેજ 20.6 કિમી/લિટર છે. જ્યારે ટાટા નેક્સનનું ડીઝલ મેન્યુઅલ વેરિઅન્ટ 23.23 કિમી/લીટરની માઈલેજ આપે છે. Kia Sonet ડીઝલ મેન્યુઅલ SUVનું માઈલેજ 22.3 કિમી/લિટર છે.
ડીઝલ ઓટોમેટિક : XUV 3XO ડીઝલ ઓટોમેટિક વર્ઝનની માઈલેજ 21.2 કિમી/લીટર છે. ટાટા નેક્સનનું ડીઝલ ઓટોમેટિક વેરિઅન્ટ 24.08 કિમી/લીટરની માઈલેજ આપે છે. જ્યારે કિયા સોનેટ (ડીઝલ ઓટોમેટિક)ની માઈલેજ 18.6 કિમી/લીટર છે.
Mahindra XUV 3XOની એક્સ-શોરૂમ કિંમત 7.49 લાખ રૂપિયાથી 15.49 લાખ રૂપિયા સુધીની છે. Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.15 લાખથી રૂ.15.80 લાખ સુધીની છે. જ્યારે Kia Sonetની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયાથી 14.75 લાખ રૂપિયા સુધીની છે.
આ પણ વાંચો આતુરતાનો અંત ! મહિન્દ્રાએ લોન્ચ કરી શાનદાર SUV, કિંમત છે માત્ર 7.49 લાખ