MG મોટર્સે 100 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ ખુશીની ઉજવણી કરવા માટે કંપનીએ ગ્રાહકો માટે ભારતીય બજારમાં તેની ગાડીઓના 100 વર્ષની ઉજવણીના લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યા છે. MG મોટરે બ્રિટિશન રેસિંગ ગ્રીન કલર સ્કીમ સાથે લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યા છે.
MG Hector, MG Astor, MG ZS EV અને MG Comet EV આ ચાર ગાડીઓના લિમિટેડ એડિશન મોડલ ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે આ મોડલ્સના લિમિટેડ એડિશન વેરિઅન્ટની કિંમત કેટલી છે ?
MGની આ નાની ઇલેક્ટ્રિક કારનું લિમિટેડ એડિશન મોડલ ફક્ત એક્સક્લુઝિવ FC વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ થશે. આ વેરિઅન્ટ ખરીદવા માટે તમારે 9.40 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ખર્ચવા પડશે.
MG Aster અને Hectorનું લિમિટેડ એડિશન મોડલ Sharp Pro વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે અને આ મોડલની કિંમત રૂ. 14.81 લાખ (એક્સ-શોરૂમ) થી રૂ. 21.20 લાખ (એક્સ-શોરૂમ) છે. તમને એક્સક્લુઝિવ પ્લસ વેરિઅન્ટમાં MG ZE EVનું લિમિટેડ એડિશન મોડલ મળશે અને આ વેરિઅન્ટની કિંમત કંપનીએ 24.18 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરી છે.
આ લિમિટેડ એડિશન મોડલ્સમાં તમે ટેલગેટ પર સ્ટેરી બ્લેક ફિનિશ અને 100 યર એડિશન બેજ સાથે ડાર્ક ફિનિશ લખેલું જોવા મળશે. એક્સટીરીયરમાં કેવા બદલાવ જોવા મળશે તે વિશે વાત કરીએ તો કારના ઈન્ટિરિયરમાં બ્લેક થીમ સાથે ફ્રન્ટ હેડરેસ્ટ પર 100-યર એડિશન એમ્બ્રોઈડરીમાં લખેલ હશે.
હાલમાં MG મોટરે કોઈ માહિતી આપી નથી કે એસ્ટર, કોમેટ EV, હેક્ટર અને MG ZS EVની ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં ? ચારેય ગાડીઓના નવા લિમિટેડ એડિશન મોડલને MGની અધિકૃત સાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો આવી હશે પ્રથમ ઈલેક્ટ્રિક Flying Car, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ફોટો, 200 કિમીની હશે રેન્જ