Gold ETF માં રોકાણ 6 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું, રોકાણકારોએ ફેબ્રુઆરીમાં 997.22 કરોડ રૂપિયા ઉમેર્યા

|

Mar 09, 2024 | 7:50 AM

ફેબ્રુઆરી 2024 દરમિયાન દેશના કુલ 17 ગોલ્ડ ઇટીએફમાં રૂપિયા  997.22 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જ્યારે ગયા મહિને એટલે કે જાન્યુઆરી 2024 દરમિયાન આ રકમ 657.46 કરોડ રૂપિયા હતી. આ રીતે કેલેન્ડર વર્ષ 2024ના પ્રથમ બે મહિનામાં GOLD ETFમાં કુલ રૂપિયા 1,654.68 કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે.

Gold ETF માં રોકાણ 6 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું, રોકાણકારોએ ફેબ્રુઆરીમાં 997.22 કરોડ રૂપિયા ઉમેર્યા

Follow us on

ફેબ્રુઆરી 2024 દરમિયાન દેશના કુલ 17 ગોલ્ડ ઇટીએફમાં રૂપિયા  997.22 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જ્યારે ગયા મહિને એટલે કે જાન્યુઆરી 2024 દરમિયાન આ રકમ 657.46 કરોડ રૂપિયા હતી. આ રીતે કેલેન્ડર વર્ષ 2024ના પ્રથમ બે મહિનામાં GOLD ETFમાં કુલ રૂપિયા 1,654.68 કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે.

ઓગસ્ટ 2023 પછી એક મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં આ સૌથી વધુ રોકાણ છે. ઓગસ્ટ 2023 દરમિયાન ગોલ્ડ ETFમાં રોકાણ વધીને 17 મહિનાની ટોચે પહોંચ્યું હતું. ઓગસ્ટ 2023 દરમિયાન ગોલ્ડ ETFમાં રૂપિયા 1028.06 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તે પહેલા ઓક્ટોબર 2023માં ગોલ્ડ ETFમાં 841.23 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર આ સતત 11મો મહિનો છે કે ગોલ્ડ ઇટીએફમાં સારું રોકાણ જોવા મળ્યું છે. અગાઉ કેલેન્ડર વર્ષ 2023 માં ગોલ્ડ ETFમાંથી આઉટફ્લો માત્ર બે મહિના એટલે કે જાન્યુઆરી અને માર્ચ દરમિયાન નોંધવામાં આવ્યો હતો. જાન્યુઆરી અને માર્ચ દરમિયાન અનુક્રમે રૂપિયા 199.43 કરોડ અને રૂપિયા 266.57 કરોડના ઉપાડ થયા હતા. જ્યારે રોકાણ અન્ય 10 મહિના દરમિયાન થયું હતું.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં રૂપિયા 2,923.81 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જે કેલેન્ડર વર્ષ 2022 કરતાં 6 ગણું વધારે છે. કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન 11 ગોલ્ડ ETFમાં કુલ રૂપિયા 458.79 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

જો ત્રિમાસિક ધોરણે જોવામાં આવે તો વર્તમાન ક્વાર્ટર પહેલા સતત ત્રણ ક્વાર્ટર એટલેકે ઓક્ટોબર-ડિસેમ્બર, જુલાઈ-સપ્ટેમ્બર, એપ્રિલ-જૂન દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે આ પહેલા સતત ત્રણ ક્વાર્ટરમાં ગોલ્ડ ETFમાંથી ઉપાડ જોવા મળ્યો હતો.

નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં વધારાની શક્યતા વચ્ચે ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું છે. અમેરિકામાં જૂન 2024થી વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતાને પગલે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની સતત ખરીદી, વૈશ્વિક સ્તરે ઊંચા ફુગાવાના દર અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના કારણે પણ સોનાને ટેકો મળી રહ્યો છે. ભૌગોલિક રાજકીય તણાવ, ખાસ કરીને ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને ધ્યાનમાં રાખીને, સલામત રોકાણ વિકલ્પ તરીકે પીળી ધાતુની માંગ વધી છે.

વર્ષ 2024 માં ગોલ્ડ ETF માં રોકાણ

  • જાન્યુઆરી:   997.22 કરોડ રૂપિયા
  • ફેબ્રુઆરી  :   657.46 કરોડ રૂપિયા

 વાયદા બજારમાં સોના -ચાંદીના ભાવ

8 માર્ચે MCX પર સોનુ ફ્લેટ બંધ થયું હતું. એપ્રિલ વાયદા માટે સોનુ 66 હજાર નજીક બંધ થયું હતું તો બીજી તરફ ચાંદી 74280 પર બંધ રહી હતી. ચાંદીમાં થોડો ચળકાટ જોવા મળ્યો હતો.

  • MCX GOLD      : 66019.00  -4.00 (-0.01%) – Mar 08, 23:54
  • MCX SILVER  :  74280.00 +18.00 (0.02%) – Mar 08, 23:54

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article
TATA Motorsએ ગુજરાતમાં વિક્રમ સ્થાપિત કર્યો, સાણંદમાં 10 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ કર્યું
સુગર ઇન્ડસ્ટ્રીઝ શેરના 81 રૂપિયાના બંધ ભાવ સામે 105 ની કિંમતે બાયબેક કરશે, વાંચો વિગતવાર માહિતી