SpiceJet Lay Off : સ્પાઈસજેટ તેના 15% કર્મચારીઓને બહારનો રસ્તો બતાવશે, ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભરવાનો કંપનીનો બચાવ

|

Feb 12, 2024 | 7:44 AM

SpiceJet Lay Off : વિશ્વભરમાં છટણીનાચિંતાજનક માહોલ વચ્ચે ભારતમાં પણ નોકરીઓ પર અસર થવા લાગી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન સ્પાઈસજેટ તેના હજારો કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપની ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભરી રહી છે.

SpiceJet Lay Off : સ્પાઈસજેટ તેના 15% કર્મચારીઓને બહારનો રસ્તો બતાવશે, ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભરવાનો કંપનીનો બચાવ

Follow us on

SpiceJet Lay Off : વિશ્વભરમાં છટણીનાચિંતાજનક માહોલ વચ્ચે ભારતમાં પણ નોકરીઓ પર અસર થવા લાગી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન સ્પાઈસજેટ તેના હજારો કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપની ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભરી રહી છે.

15 ટકા કર્મચારીઓને રોજગારી ગુમાવશે

એક મીડિયા રિપોર્ટ  મુજબ સ્પાઈસજેટ 1,400 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે જે તેના કુલ કર્મચારીઓના લગભગ 15 ટકા જેટલી છે. હાલમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9 હજારની આસપાસ છે. કંપની હાલમાં લગભગ 30 એરક્રાફ્ટનું સંચાલન કરી રહી છે જેમાંથી 8 લીઝ પર લેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર એરલાઈન્સે પણ છટણીની પુષ્ટિ કરી છે.

પગાર પાછળ 60 કરોડ રૂપિયામોં ખર્ચ કરાય છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારોનું હિત જાળવી રાખવા માટે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ છે. એકલા કંપનીના તમામ કર્મચારીઓના પગારનું બિલ 60 કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યું છે. આવી સ્થિતિમાં, કંપની ખર્ચ ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. 1,400 કર્મચારીઓની છટણી પણ ખર્ચ ઘટાડવાના પ્રયાસોનો એક ભાગ છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ઘણા મહિનાઓથી પગાર મેળવવામાં વિલંબ

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ સ્પાઈસજેટના ઘણા કર્મચારીઓને કંપની તરફથી છટણી અંગેના કોલ મળવા લાગ્યા છે. અગાઉ સ્પાઈસ જેટના કર્મચારીઓને પગારમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. કંપની છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ચૂકવવામાં સતત વિલંબ કરી રહી હતી. ઘણા કર્મચારીઓને હજુ સુધી જાન્યુઆરી મહિનાનો પગાર મળ્યો નથી. કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2,200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે.

ટેક કંપનીઓએ પણ છટણી કરી છે

સ્પાઇસજેટ દ્વારા છટણીના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે છટણીની ઊંડી અસર સમગ્ર વિશ્વમાં પહેલેથી જ જોવા મળી રહી છે. આ વર્ષની શરૂઆતથી છટણીની ગતિ વધી છે. એમેઝોન, ગૂગલ, માઈક્રોસોફ્ટ, સિસ્કો જેવી ઘણી મોટી કંપનીઓએ આ વર્ષે પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જો કે, વિશ્વભરમાં ચાલી રહેલી છટણીની સૌથી વધુ અસર ટેક કંપનીઓ પર પડી રહી છે. એક રિપોર્ટ અનુસાર માત્ર જાન્યુઆરીમાં જ ટેક કંપનીઓએ 32 હજારથી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

આ પણ વાંચો : Sovereign Gold Bond Scheme : આજથી 5 દિવસ સસ્તી કિંમતે સોનુ ખરીદવાની તક મળશે, અહીંથી કરી શકાશે ખરીદી

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article