આમ આદમી પાર્ટી (AAP Winning Candidate in Lok Sabha Election Results 2024)

અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી દિલ્હી ઉપરાંત પંજાબમાં સરકાર ચલાવી રહી છે.

દેશના રાષ્ટ્રીય દળોમાં સામેલ થનારી સૌથી નવી પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી (AAP). અરવિંદ કેજરીવાલે તેમના અનેક સાથીઓ સાથે મળીને આમ આદમી પાર્ટીની રચના 26 નવેમ્બર 2012 એ કરી હતી. 

AAP વર્તમાનમાં 2 રાજ્યો (પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી)માં સત્તા સ્થાને ટકેલી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 2013થી સતત સત્તામાં છે. જ્યારે 2022માં પંજાબમાં તે સત્તારૂઢ થઈ. દિલ્હીમાં કેજરીવાલ મુખ્યમંત્રી છે તો પંજાબમાં ભગવંત માન મુખ્યમંત્રી છે. 

પંજાબમાં શાનદાર જીત બાદ ગત વર્ષે 10 એપ્રિલે AAPને ચૂંટણી પંચ તરફથી સત્તાવાર રીતે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો. પાર્ટીનું ચિન્હ ઝાડુ છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં AAPને એકમાત્ર (સંગરૂર સંસદીય સીટ) લોકસભા સીટ પર જીત મળી હતી. 

2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોના I.N.D.I.A. ગઠબંધનમાં AAP પાર્ટી સામેલ છે. જો કે AAPનું પંજાબમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી. પરંતુ તેમણે અન્ય રાજ્યોમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ છે.

ભારતના મુખ્ય રાજકીય પક્ષ (India's Major Political Parties)
Party Name Leads + Result Party Logo Party President Party Establishment Year
Bharatiya Janata Party જે પી નડ્ડા એપ્રિલ 1980
Indian National Congress મલ્લિકાર્જુન ખડગે ડિસેમ્બર 1885
Aam Aadmi Party અરવિંદ કેજરીવાલ નવેમ્બર 2012

Election Videos

g clip-path="url(#clip0_868_265)">
Site icon Tv9 Gujarati

Lok Sabha Election Party Detail