લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે એક વ્યક્તિથી પ્રેરિત થઈ બનાવી છે. તેનો 26 ડિસેમ્બર 1929ના રોજ જન્મ થયો છે પરંતુ આજે પણ તેના દ્વાર લખાયેલા પુસ્તકથી 150 લોકોનું ઘર ચાલી રહ્યું છે. આજથી 52 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 1971માં ગુજરાતી લેખક તારક મહેતાને સાપ્તાહિક સમાચાર ચિત્રલેખામાં દુનિયાને ઉંધા ચશ્મા નામથી કોલમ લખવાનું શરુ કર્યું હતુ. આ કોલમને મેળાવીને એક પુસ્તક બન્યુ તેમજ આ પુસ્તકથી અસિત કુમાર મોદીએ સોની સબ ટીવી માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બનાવી હતી.
કહેવામાં આવે છે કે, એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોઈ વાતની ગેરંટી હોતી નથી. જોર શોર થનારા શોનું 3-4 મહિનામાં પૈકઅપ થઈ જાય છે. પરંતુ તારક મહેતાએ અસિત મોદીને પોતાના પુસ્તકની સાથે એકએવી હિટ ફોર્મૂલા આપી છે કે, છેલ્લા 15 વર્ષથી ટીઆરપી પુરજોશમાં જોવા મળી રહી છે. આ સિરીયલ હજુ પણ ચાલી રહી છે. લોકો પસંદ પણ કરી રહ્યા છે.
Bapuji ne suna!!#TMKOC #tmkocworld #Taarakmehtakaooltahchashmah #tmkocepisodes #tmkocfans #gokuldhamsociety pic.twitter.com/bUecFyHqWe
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) December 25, 2023
આનું કારણ છે નીલા ટેલીફિલ્મસના આ શોમાં કામ કરનાર લોકો માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈ સરકારી નોકરીથી ઓછી નથી. અહિ લોકોને અઠવાડિયામાં એક વખત બ્રેક મળે છે. પોલિસી પ્રમાણે પૈસા પણ મળે છે.
ગુજરાતી રાઈટર તારક મહેતાએ લખેલા આ શો માત્ર ગુજરાતથી જ નહિ આખા દેશમાંથી પ્રેમ મળી રહ્યો છે. કારણ કે, આ શો મુંબઈના ગોકુલધામ સોસાયટીની સ્ટોરી બતાવવામાં આવી રહી છે પરંતુ આ સોસાયટીમાં ગુજરાતી જેઠાલાલની સાથે મરાઠી ભીંડે યુપીના પત્રકાર પોપટલાલ, પંજાબના સોઢી તો બંગાળની બબિતાજી જેવા અનેક શહેરોમાંથી આવનાર લોકો વસે છે.
આ પણ વાંચો : દુઆ લીપા રજાઓ ગાળવા ભારત આવી, ફોટોમાં રાજસ્થાનમાં મસ્તી કરતી જોવા મળી હતી
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો