સિદ્ધાર્થ મલ્હોત્રાની ઈન્ડિયન પોલીસ ફોર્સથી લઈને આ વેબ સિરીઝ નવા વર્ષે થશે રિલીઝ, જુઓ અહીં

|

Jan 01, 2024 | 2:35 PM

ઈન્ડિયન પોલીસ ફોર્સ, કિલર સૂપ અને કર્મા કોલિંગ સહિતની ઘણી વેબ સિરીઝ અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો ગ્યોંગસેઓંગ ક્રીચર સેકન્ડ પાર્ટ અને ફૂલ મી વન્સ જેવા શોની રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે જાન્યુઆરી આવી ગઈ છે, અમે તમારા માટે વેબ સિરીઝની યાદી લાવ્યા છીએ જે તમે આ મહિને જોઈ શકો છો.

સિદ્ધાર્થ મલ્હોત્રાની ઈન્ડિયન પોલીસ ફોર્સથી લઈને આ વેબ સિરીઝ નવા વર્ષે થશે રિલીઝ, જુઓ અહીં
series will be released in the in 2024

Follow us on

નવા વર્ષની શરુઆતની સાથે 2024માં, ઈન્ડિયન પોલીસ ફોર્સ, કિલર સૂપ અને કર્મા કોલિંગ સહિતની ઘણી વેબ સિરીઝ અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો ગ્યોંગસેઓંગ ક્રીચર સેકન્ડ પાર્ટ અને ફૂલ મી વન્સ જેવા શોની રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે જાન્યુઆરી આવી ગઈ છે, અમે તમારા માટે વેબ સિરીઝની યાદી લાવ્યા છીએ જે તમે આ મહિને જોઈ શકો છો.

1) ઈન્ડિયન પોલીસ ફોર્સ :

આ વેબ સિરીઝ રોહિત શેટ્ટી અને સુશાંત પ્રકાશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. સાત એપિસોડની એક્શનથી ભરપૂર સિરીઝ ભારતીય પોલીસ અધિકારીઓની સ્ટોરી દર્શાવે છે. આમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. ભારતીય પોલીસ દળમાં શ્વેતા તિવારી, નિકિતિન ધીર, ઋતુરાજ સિંહ, મુકેશ ઋષિ અને લલિત પરિમુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સીરિઝ 19 જાન્યુઆરીએ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

2) કિલર સૂપ ;

આ ક્રાઈમ સિરીઝ નેટફ્લિક્સ પર 11 જાન્યુઆરીએ રિલીઝ થશે. કિલર સૂપમાં મનોજ બાજપેયી અને કોંકણા સેનશર્મા લીડ રોલમાં છે. અભિષેક ચૌબેના નિર્દેશનમાં બનેલી આ સિરીઝ તમને એક અલગ જ અંદાજમાં જોવા મળશે

5) ફૂલ મી વન્સ :

આ નેટફ્લિક્સ માટે ક્વે સ્ટ્રીટ પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવેલી આઠ-એપિસોડની સિરીઝ છે. તે ડેની બ્રોકલહર્સ્ટની 2016ની હાર્લાન કોબેન નોવેલમાંથી લેવામાં આવી છે . આ શ્રેણીમાં તમે મિશેલ કીગન, રિચર્ડ આર્મિટેજ, અદીલ અખ્તર, એમ્મેટ જે સ્કેનલાન અને જોના લુમલીને જોવાનાને સાથે જોઈ શકશો.

6) ગ્યોંગસેઓંગ ક્રીચર :

પ્રથમ સિઝનને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. જ્યારે ભાગ 1 22 ડિસેમ્બર, 2023 ના રોજ સાત એપિસોડ સાથે રિલીઝ કરવામાં આવ્યો હતો. બાકીના ત્રણ એપિસોડ સાથેનો ભાગ 2 5 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. આ વેબ સિરીઝનું નિર્દેશન ચુંગ ડોંગ-યુન અને રોહ યંગ દ્વારા કરવામાં આવ્યું છે.

7) બોય સ્વૈલોજ યુનિવર્સ :

ટ્રેન્ટ ડાલ્ટનની આજ નામની ઓટોબાયોગ્રાફિકલ નવલકથા પર આધારિત આ સિરીઝ છે. જ્હોન કોલી દ્વારા લખાયેલ, આ વાર્તા એક કામદાર વર્ગના યુવાન, એલી બેલની છે, જે તેની માતાને જોખમમાંથી બચાવવા બ્રિસ્બેનના અંડરવર્લ્ડમાં પ્રવેશ કરે છે. આ શોમાં ટ્રેવિસ ફિમેલ, સિમોન બેકર, ફોબી ટોંકિન અને ફેલિક્સ કેમરોન છે.

Published On - 2:34 pm, Mon, 1 January 24

Next Article