અમિતાભ બચ્ચનનો શૌ કોન બનેગા કરોડપતિની 16મી સીઝનની જાહેરાત થઈ ચૂકી છે. આ વચ્ચે બિગ બીએ શોના સેટ પરથી કેટલાક ફોટો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, 26 એપ્રિલના રાત્રે 9 કલાકથી કૌન બનેગા કરોડ પતિના રજીસ્ટ્રેશન શરુ થઈ જશે
સોની ટીવીનો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ લાંબા સમયથી ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. શોની મોટી ફેન ફોલોઈંગ પણ છે. આ શો નાનાથી લઈ મોટી વયના લોકો પણ જોવાનું પસંદ કરે છે. અત્યારસુધી કેબીસીની 15 સીઝન આવી ચુકી છે. દર વર્ષની જેમ આ વખતે પણ ચાહકો આગામી સીઝનની રાહ જોઈ રહ્યા છે. જે ટુંક સમયમાં આવશે. મેકર્સે કૌન બનેગા કરોડપતિની 16મી સીઝનની હાલમાં જાહેરાત કરી છે. બિગ બીએ શોના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે.
મેકર્સે એક વીડિયો શેર કર્યો છે. કેબીસી 16ની જાહેરાત કરી હતી. આ સાથે જણાવ્યું કે, શો માટે 26 એપ્રિલના રોજ રજીસ્ટ્રેશન શરુ થઈ ચુક્યું છે. આ સમાચાર થી ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. બિગ બી કેબીસીના શૂટિંગમાં એટલા વ્યસ્ત છે કે, કારમાં જ જમી લે છે.
આ વચ્ચે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર સેટ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે. ફોટોમાં બિગ બી કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. તે કારમાંથી નીચે ઉતરી રહ્યા છે. આ દરમિયાન બિગ બી ખુબ કુલ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ બ્લેક સુટમાં જોવા મળ્યા છે.આ ફોટો શેર કરી બિગ બીએ પોસ્ટ પણ લખી છે. બિગબીએ આગળ લખ્યું નોન સ્ટોપ શેડ્યુલ 9 કલાકથી શરુ થશે,
તમને જણાવી દઈએ કે, 26 એપ્રિલના રાત્રે 9 કલાકથી કૌન બનેગા કરોડ પતિના રજીસ્ટ્રેશન શરુ થશે. ત્યારબાદ સ્પર્ધકોનું સિલેકશન થશે અને શોનું ટેલિકાસ્ટ કરવામાં આવશે.પરંતુ હજુ સુધી એ જણાવ્યું નથી કે, કેબીસી 16 ક્યારથી શરુ થશે.
આ પણ વાંચો : હીરામંડીનું 200 કરોડ બજેટ 210 દિવસમાં 700 કારીગરોએ ભવ્ય સેટ બનાવ્યો, જુઓ ફોટો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો