4 દિવસથી ગાયબ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આ એક્ટર, પિતાએ કહ્યું છેલ્લીવાર ક્યારે મુલાકાત થઈ હતી

|

Apr 27, 2024 | 11:10 AM

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ એક્ટર ગાયબ છે. તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ લાગી રહ્યો નથી. તે માનસિક રીતે સ્થિર છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ છે.

4 દિવસથી ગાયબ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ એક્ટર, પિતાએ કહ્યું છેલ્લીવાર ક્યારે મુલાકાત થઈ હતી

Follow us on

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગાયબ છે. તેના પિતાએ દિલ્હી પોલીસને આ માહિતી આપી છે. તેના પિતાના જણાવ્યા અનુસાર ગુરુચરણ સિંહ સોમવારે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા. તે મુંબઈ જઈ રહ્યો હતો. પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો ફર્યો છે.

પિતાએ કહ્યું અભિનેતાની માનસિક સ્થિતિ કેવી હતી?

એક ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, ગુરુચરણ સિંહના પિતાએ પોલીસ સ્ટેશન જઈને અભિનેતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મારો પુત્ર ગુરચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ લાગી રહ્યો નથી. તે માનસિક રીતે સ્થિર છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ છે.

હરગીત સિંહે કહ્યું- SHOએ મુધેને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે. મને આશા છે કે ગુરચરન ઠીક છે અને તે ખુશ છે. તે હવે જ્યાં પણ છે, ભગવાન તેને સુરક્ષીત રાખે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેમ છોડી?

તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ છેલ્લે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળ્યા હતા. તેણે તેના પિતાની તબિયતની સમસ્યાને કારણે ટીવી શો છોડી દીધો હતો. તેણે કહ્યું કે તે પોતાનો બધો સમય પોતાના પરિવાર પર કેન્દ્રિત કરવા માંગે છે. જો કે, શો છોડનારા અન્ય કલાકારોની જેમ, નિર્માતાઓએ ગુરુચરણને તેમની બાકી રકમ ચૂકવી ન હતી. જ્યારે જેનિફર મિસ્ત્રીએ તેની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે જ નિર્માતાઓએ તેની બાકી ચૂકવણી કરી હતી.

આ પણ વાંચો: અમારી છોકરી છોકરાને લઈને ભાગી ગઈ આરતી સિંહની અનોખી વિદાય પર ભાઈ કૃષ્ણાની કમેન્ટ, જુઓ Video

 

Published On - 6:59 pm, Fri, 26 April 24

Next Article