Ahmedabad: મહિલાના મૃતદેહના બે પગ અને અડધી પેડલ રિક્ષાથી હત્યાનો ભેદ ઉકેલાયો, જુઓ સીસીટીવી Video

|

Apr 12, 2023 | 7:56 PM

પોલીસે જ્યારે શંકર ઉર્ફે ભુરિયાની પૂછપરછ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે મૃતક મહિલા તુલસીના આરોપી શંકર સિવાય અન્ય યુવક સાથે પણ બે વર્ષથી આડા સબંધ હતા. હત્યાની થોડી મિનિટો પહેલા જ આરોપી શંકર મૃતક તુલસી અને તેના બીજા પ્રેમીને એકસાથે બેઠેલા જોઈ ગયો હતો અને તે જ કારણે માથાકૂટ થતા બોલાચાલી થઈ અને આરોપીએ મહિલાની હત્યા કરી નાખી.

Ahmedabad: મહિલાના મૃતદેહના બે પગ અને અડધી પેડલ રિક્ષાથી હત્યાનો ભેદ ઉકેલાયો, જુઓ સીસીટીવી Video
Ahmedabad Crime Branch

Follow us on

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પૂર્વ પ્રેમિકાની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને માર મારતા પ્રેમિકાનું મોત નિપજ્યું. જોકે પૂર્વ પ્રેમી મહિલાના મોત બાદ તેના મૃતદેહને ખુલ્લેઆમ લઈ જઈને ફેંકી દે છે. હત્યારો પૂર્વ પ્રેમી હવે પોલીસ સકંજામાં આવી જતા હત્યા પાછળનું કારણ પણ સામે આવ્યું છે.આરોપી શંકર ઉર્ફે ભુરિયો દેવીપૂજક જે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવી ચુક્યો છે. આ આરોપીએ ગત 8મી તારીખે મોડી રાત્રે તુલસીબેન મકવાણાની હત્યા કરી તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો.

માથાકૂટ થતા બોલાચાલી થઈ અને આરોપીએ મહિલાની હત્યા કરી નાખી

પોલીસે જ્યારે શંકર ઉર્ફે ભુરિયાની પૂછપરછ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે મૃતક મહિલા તુલસીના આરોપી શંકર સિવાય અન્ય યુવક સાથે પણ બે વર્ષથી આડા સબંધ હતા. હત્યાની થોડી મિનિટો પહેલા જ આરોપી શંકર મૃતક તુલસી અને તેના બીજા પ્રેમીને એકસાથે બેઠેલા જોઈ ગયો હતો અને તે જ કારણે માથાકૂટ થતા બોલાચાલી થઈ અને આરોપીએ મહિલાની હત્યા કરી નાખી.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

પરણિત મહિલા તુલસી અને તેનો બીજો પ્રેમી ખારીકટ કેનાલ પાસે બેઠા હતા ત્યારે પૂર્વ પ્રેમી શંકર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યાં શંકરે તુલસી અને તેના અન્ય પ્રેમીને એક સાથે બેઠેલા જોયા. જોકે તુલસીએ શંકરને કહ્યું કે તેના હાલના પ્રેમી અંગે પરિવારને કે અન્ય કોઈને ખબર ન પડવી જોઈએ નહીં તો સારું નહીં થાય. તેમ કહેતા આરોપી શંકર અને મહિલા વચ્ચે બબાલ શરૂ થઈ હતી. આરોપી શંકરનો મૃતક મહિલા તુલસીએ કોલર પકડી ઝપાઝપી કરતા શંકરે તુલસીને ધક્કો માર્યો હતો.

લોખંડની એન્ગલ મહિલાને માથામાં વાગતા તે બેભાન થઈ ગઈ. જેથી શંકર પોતાની પેડલ રિક્ષામાં તેને નાખી તુલસીના મૃતદેહને સીટીએમ બ્રિજ નીચે નાખી દીધી હતી.

મૃતદેહના બે પગ અને પેડલ રીક્ષા આધારે પોલીસે તપાસ કરી આરોપી સુધી પહોંચી

જેના એક માત્ર ફુટેજના આધારે પોલીસે આરોપીને શોધી કાઢી વણ ઉકેલાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.આ હત્યા અંગેનો ગુનો નોંધાતા પોલીસે તપાસ કરતા માત્ર એક સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં પેડલ રિક્ષામાં આવી કોઈ મૃતદેહ નાખી જતું હતું. માત્ર મૃતદેહના બે પગ અને પેડલ રીક્ષા આધારે પોલીસે તપાસ કરી આરોપી સુધી પહોંચી હત્યાનો આ ભેદ ઉકેલ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article
Gujarati Video : અમદાવાદમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી, લાયસન્સ લેવું ફરજિયાત
Gujarati Video: 3 દિવસ બાદ જંત્રીમાં થશે વધારો, દસ્તાવેજ કરાવવા ભારે ભીડ