Ahmedabad: હાથીજણમાં AMCની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી

|

Jun 16, 2023 | 1:04 PM

પાણીની પાઈપ લાઈન લીકેજ થવાના કારણે તેનું સમારકામ કરવા માટે જેસીબી મશીનથી ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.

Ahmedabad: હાથીજણમાં AMCની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી
Gas line leakage

Follow us on

Ahmedabad: અમદાવાદના હાથીજણમાં વિવેકાનંદ નગર પાસે ગેસ લીકેજની ઘટના સામે આવી છે. AMC દ્વારા જેસીબી મશીનથી પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ગેસની લાઈન તૂટી હતી. ગેસની લાઈન તુટતા ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

પાણીની લાઈન નાખવાની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના

પાણીની પાઈપ લાઈન લીકેજ થવાના કારણે તેનું સમારકામ કરવા માટે જેસીબી મશીનથી ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. શહેરમાં આડેધડ ખોદકામમાં કયારેક પાણીની તો ક્યારેક ગટરની અન્ય લાઈનોને નુકશાન થતા લીકેજના પ્રશ્નો ઉભા થતા હોય છે. આવી જ રીતે આજે જ્યારે હાથીજણ વિસ્તારમાં AMC દ્વારા જેસીબી મશીનથી પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી  ત્યારે ગેસ પાઇપલાઇન લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને ગેસ લાઇન કંપનીને જાણ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: Cyclone Biparjoy : વાવાઝોડાથી ગુજરાતમાં 5 હજાર 150 વીજપોલ ધરાશાયી, 263 રસ્તાઓ થયા પ્રભાવિત

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ રન વે પર અથડાયો

અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે મોટી દુર્ઘટના ટળી હતી. બેંગ્લોરથી અમદાવાદ આવી રહેલા ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. જોકે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી ઘટના છે. તાજેતરમાં કોલકાતાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પણ આવી જ ઘટના બની હતી.

ઈન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અમદાવાદમાં ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર જ ચકાસણી અને સમારકામ માટે ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવની તપાસ ચાલી રહી છે.

(Inpur Credit: દર્શલ રાવલ, અમદાવાદ)

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article