આઈપીએલ 2024ની શરુઆત આજથી થવાની છે. આજથી આઈપીએલની 17મી સીઝનનો પ્રારંભ થશે.બીસીસીઆઈ તરફથી જાહેર કરાયેલા મેચના શેડ્યુલ પ્રમાણે અમદાવાદમાં ત્રણ મેચ રમાવાની છે. આ મેચના પગલે અમદાવાદ મેટ્રોના સમયમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. સાથે જ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPLની ત્રણ મેચ રમાવાની છે. 24 અને 31 મી માર્ચ તથા 4 એપ્રિલના રોજ મેચ યોજાવાની છે, ત્યારે આગામી IPL 2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6:20 વાગ્યાથી રાત્રે 12.00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે આ ત્રણ દિવસ IPL મેચોના દિવસોમાં પરત ફરવા સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડી છે. 24 અને 31 મી માર્ચ તથા 4 એપ્રિલના રોજ ફિકસ 50 રુપિયાના ભાડા પર મળતી સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે.
Gujarat Titans IPL 2024 Schedule#IPL #IPL2024 #GujaratTitans #Ahmedabad #NarendraModiStadium #TV9News #TV9Gujarati #Cricket #IPL24 #17thSeason #Gujarat pic.twitter.com/HABgOyCQdg
— Tv9 Gujarati (@tv9gujarati) March 18, 2024